વિદાય સન્માન સમારોહ: ગવળા ફળિયા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી નરેશભાઈ ગુલાબભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને આદર.

વિદાય સન્માન સમારોહ: ગવળા ફળિયા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી નરેશભાઈ ગુલાબભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને આદર.

નવસારી જિલ્લા પંચાયત, શિક્ષણ સમિતિ સંચાલિત ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળા ગવળા ફળિયા જામનપાડાનાં ઉપશિક્ષકશ્રી નરેશભાઈ ગુલાબભાઈ પટેલ વિદાય સન્માન સમારોહ યોજાયો.

તારીખ -૨૬-૧૦-૨૦૨૪નાં દિને  ખેરગામ તાલુકાનાં પેલાડી ભૈરવી (જૂની ભૈરવી) ગામનાં વતની અને ગવળા ફળિયા, જામનપાડા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી નરેશભાઈ ગુલાબભાઈ પટેલની નિવૃત્તિ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો હતો. નવસારી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ શાળામાં તેમણે લાંબા સમય સુધી શૈક્ષણિક સેવાઓ આપી હતી.

 વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના લોકોએ તેમનું ડીજે તાલે અને તુર- થાળીના વાજીંત્ર દ્વારા તેમની અશ્વ પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શાળાનાં બાળકો અને ગ્રામજનો ખૂબ નાચ્યાં હતાં. 

આ સમારોહમાં જામનપાડા ગામનાં અગ્રણી આગેવાનો, પેલાડી ભૈરવી ગામનાં અગ્રણી આગેવાનો, ગ્રામજનો, વાલીઓ, એસએમસી સભ્યો, આમંત્રિત મહેમાનો, મિત્રમંડળ, કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા.














Comments